સુરેન્દ્રનગરમાં પાર્ક કરેલા ડમ્પરોમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે, જેના CCTV સામે આવ્યા છે. CCTV ફુટેજમાં જોવા મળી રહ્યું છે તે મુજબ, તસ્કરોએ સાયલા હાઇવે પર એસ્સાર પંપ સહીત અલગ અલગ હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા ડમ્પરોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો કાર લઈને આવ્યા હતા અને 3થી 4 ડમ્પરોમાંથી ડીઝલ કાઢીને ફરાર થઈ ગયા હતા.
short by
Arpita Shah /
10:57 am on
23 Nov