ગુજરાત રાજ્ય તલાટી મંડળે રખડતા કૂતરાં પકડવાની કામગીરીથી સખ્ત ઇનકાર કર્યો છે. મંડળે ગ્રામ વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને રજૂઆત કરી કે, આ કામગીરી પશુપાલન વિભાગની છે, તલાટીઓની નહીં. વધુમાં કહ્યું કે, આ કામગીરીથી તેઓ ગામમાં હાંસી-મજાકનું કારણ બને છે, જેનાથી તેમના મનોબળને ધક્કો પહોંચે છે. તલાટીઓ પાસે તાલીમ- સાધનોનો અભાવ છે તેથી પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવો જોઈએ.
short by
અર્પિતા શાહ /
10:57 am on
04 Dec