For the best experience use Mini app app on your smartphone
અભિનેત્રી કલ્કી કેકલાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ડિલિવરી પછી મહિલાઓને થતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, "મારી દીકરીના જન્મ પછી મારો યોનિમાર્ગ પહેલા જેવો નહોતો રહ્યો." કલ્કીએ આગળ કહ્યું, "આ પછી ફરીથી સેક્સ કરવું ખૂબ જ પીડાદાયક હતું. મારા માટે ના કહેવું મુશ્કેલ છે તેથી મેં વાત કરવું વધુ યોગ્ય સમજ્યું."
short by ગૌતમ રાઠોડ / 07:24 pm on 22 Oct
રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર, IPL 2025 પહેલા ગુજરાત ટાઇટન્સ પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલને પોતાની ટીમનો બેટિંગ મેન્ટર બનાવી શકે છે. પાર્થિવ પટેલ ગુજરાત ટાઇટન્સમાં ગેરી કર્સ્ટનનું સ્થાન લેશે, જેઓ અગાઉ ટીમના બેટિંગ કોચ અને મેન્ટર રહ્યા હતા. ગુજરાત ટાઇટન્સ છોડ્યા બાદ ગેરી કર્સ્ટન પાકિસ્તાનની વ્હાઇટ બોલ ટીમના મુખ્ય કોચ બન્યા છે.
short by કલ્પેશ મકવાણા / 06:46 pm on 22 Oct
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના કાઝાનમાં બ્રિક્સ શિખર સંમેલન દરિયમાન દ્વિપક્ષીય બેઠક યોજી. આ બેઠક દરમિયાન વ્લાદિમીર પુતિને કહ્યું, "આપણા સંબંધો એટલા મજબૂત છે કે મને લાગ્યું કે તમે ટ્રાન્સલેશન વગર પણ મને સમજી શકશો." પુતિનની આ ટિપ્પણી ઉપર પીએમ નરેન્દ્ર મોદી હસતા જોવા મળ્યા છે.
short by કલ્પેશ મકવાણા / 07:06 pm on 22 Oct
ભારત અને પાકિસ્તાન આગામી 5 વર્ષ સુધી શ્રી કરતારપુર સાહિબ કોરિડોર કરારને યથાવત રાખવા માટે સંમત થયા છે. આ કરાર મુજબ, ભારતીય શ્રદ્ધાળુઓ વિઝા વિના પાકિસ્તાન જઈ શકે છે અને ગુરુદ્વારા દરબાર સાહિબની યાત્રા કરી શકે છે. ભારતે ફરી એકવાર પાકિસ્તાનને યાત્રિકો પાસેથી $20 (₹1,600થી વધુ)નો સર્વિસ ચાર્જ ન લેવાની અપીલ કરી છે.
short by કલ્પેશ મકવાણા / 10:53 pm on 22 Oct
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બે છોકરીઓને એક જ છોકરા સાથે પ્રેમ થઈ ગયો, જે બાદ ત્રણેય ઘરેથી ભાગી ગયા હતા. અહેવાલોમાં જણાવ્યાં અનુસાર, ત્રણેય સાથે રહેવા માંગતા હતા, પરંતુ તેમના પરિવારના સભ્યોના ડરને કારણે ત્રણેયે ભાગી જવાનું નક્કી કર્યું. પોલીસે સર્વેલન્સ અને સીડીઆરની મદદથી ત્રણેયને બિહારના હથુઆમાંથી ઝડપી લીધા છે.
short by કલ્પેશ મકવાણા / 09:40 pm on 22 Oct
હૈદરાબાદની એક હોટલના ત્રીજા માળેથી નીચે પટકાતા 22 વર્ષીય યુવકનું મોત થયું છે, આ ઘટનાના CCTV ફૂટેજ વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ત્રીજા માળે હોટલની લોબીમાં યુવક કૂતરાને તગડવા માટે તેની પાછળ દોડી રહ્યો હતો અને અચાનક સંતુલન ગુમાવતા તે બારીમાંથી નીચે પટકાયો. યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.
short by ગૌતમ રાઠોડ / 07:07 pm on 22 Oct
કર્ણાટકના બેલાગવીમાં સંતોષ નામના ઉદ્યોગપતિની તેની પત્નીએ હત્યા કરી નાખી. પોલીસે જણાવ્યું, સંતોષ યુવતીઓને તેના ઘરે લાવતો હતો અને તેની પત્ની અને બાળકોની સામે તેની સાથે નગ્ન થઇ ફરતો હતો. પતિના વર્તનથી કંટાળીને પત્ની ઉમાએ તેના બે ફેસબુક મિત્રોની મદદથી સંતોષને ઊંઘની ગોળીઓ આપી હત્યા કરી નાખી છે. બાદમાં, તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહીં તેની આંખો દાન કરી દીધી.
short by ગૌતમ રાઠોડ / 08:43 pm on 22 Oct
દક્ષિણ-પૂર્વ રેલવે અને પૂર્વ તટ રેલવેએ સાવચેતીના પગલા તરીકે 23 અને 26 ઓક્ટોબરની વચ્ચે વિવિધ તારીખો પર ભુવનેશ્વર અને પુરી સ્ટેશનો અને હાવડા, શાલીમાર અને સંતરાગાચી સ્ટેશનો પરથી ઉપડતી અને પસાર થતી 188 ટ્રેનોને રદ કરવાની જાહેરાત કરી છે. રદ કરાયેલી ટ્રેનોમાં અડધો ડઝન ટ્રેનો ચક્રધરપુર રેલવે વિભાગના ટાટાગનર, ચક્રધરપુર અને રૌરકેલા સ્ટેશનો પરથી પસાર થાય છે.
short by ક્ષીરપ ભુવા / 09:28 pm on 22 Oct
બિહારના નવાદામાં ચંદ્રમણિ કાંત નામના વ્યક્તિનો 10 મહિનાનો પુત્ર રમતા-રમતા સાપને પકડીને મોઢામાં નાખ્યો. ચંદ્રમણિની નજર બાળક પર પડતા તેણે સાપને બાળકથી દૂર કરી તેને મારી નાખ્યો હતો. બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. તપાસ બાદ ડોક્ટરે કહ્યું કે, બાળકના જીવને કોઈ ખતરો નથી. જો કે સાપ ઝેરી ના હોવાથી બાળકનો જીવ બચી ગયો છે.
short by ક્ષીરપ ભુવા / 10:33 pm on 22 Oct
ભારતીય બુલિયન માર્કેટમાં મંગળવારે સોનું ₹350 વધીને ₹81,000/ પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. બીજી તરફ ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામે ₹1,500 વધીને ₹1.01 લાખના નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે. નોંધનીય છે કે, ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે ચાંદીની કિંમત ₹1 લાખ/પ્રતિ કિલોને પાર પહોંચી હોય.
short by કલ્પેશ મકવાણા / 09:10 pm on 22 Oct
અમરેલીમાં વરસાદને કારણે ખેતીમાં નુકસાન થતા ખેડૂતોને સાથે રાખી અમરેલી કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમ મકાણી સહિતના કાર્યકરોએ ખેતીપાકની લૌકિક ક્રિયા કરી વિરોધ કર્યો છે. સત્યમ મકાણીએ કહ્યું, "વરસાદને લીધે ખેડૂતોના મગફળી, સોયાબીન અને કપાસને ભારે નુકસાન થયું અને પાક તણાઇ ગયો છે, સરકાર તાત્કાલિક પેકેજ જાહેર કરી સહાય આપે." ખેડૂતોએ ડાઘુઓની જેમ રોકકળ કરી સરકાર પાસે સહાયની માંગ કરી છે.
short by કલ્પેશ મકવાણા / 09:58 pm on 22 Oct
બરવાળાના ભીમનાથ ગામમાં પાટીદાર અગ્રણી અને ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલની કલ્પેશ મેર નામના શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી. હત્યા બાદ આરોપીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ધરમશી પટેલના ઘરની બહાર શખ્સે 'તમે નોકરી ના અપાવી જેથી મારા ત્રણ વર્ષ બગડ્યાં' તેમ કહી ધરમશીભાઈ પર હુમલો કરતા તેમને માથાના ભાગે ઇજા થઈ હતી.
short by ગૌતમ રાઠોડ / 08:03 pm on 22 Oct
ગુજરાત વિધાનસભામાં લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "કાયદામાં જેટલી સ્પષ્ટતા વધુ હશે એટલી જ ન્યાયતંત્રની દખલ ઓછી હશે." તેમણે કહ્યું, કાયદો બનાવતી વખતે તેમાં સ્પષ્ટતા ખૂબ જરૂરી છે, કાયદાનો અમલ કરનારને રક્ષણ અને ભંગ કરનારને દંડ થવો એ જરૂરી છે. કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા.
short by કલ્પેશ મકવાણા / 10:32 pm on 22 Oct
અમદાવાદમાં AMC દ્વારા અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની એન્ટ્રી ફીમાં વધારો કરાયો, AMCના ડેપ્યુટી કમિશ્નરે કહ્યું, ઘણા સમયથી ટિકિટનો દર વધારાયો ન હતો, જેથી નજીવો વધારો ક્યો છે. અટલ બ્રિજમાં બાળકો માટેની ફી વધારીને ₹30 કરાઇ, જ્યારે મોટી વયજૂથના લોકો માટે ₹50 ફી કરાઈ. ફ્લાવર પાર્કમાં બાળકો માટેની ફી ₹20 કરી દેવાઇ, જ્યારે મોટા લોકો માટે ₹40 ફી કરાઈ છે.
short by કલ્પેશ મકવાણા / 08:19 pm on 22 Oct
વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોના પાકને થયેલ નુકસાનને લઇ કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કહ્યું, "રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેર નહીં કરે તો કોંગ્રેસ ગામડે ગામડે આંદોલન કરશે." તેમણે વધુમાં કહ્યું, ખેડૂતો માટે ₹10 હજાર કરોડની સહાય સરકારે જાહેર કરવી જોઈએ. 28 તારીખથી સમગ્ર ગુજરાતમાં એક લાખથી વધારે ખેડૂતોને ભેગા કરીને આંદોલન કરવામાં આવશે.
short by ગૌતમ રાઠોડ / 09:35 pm on 22 Oct
અમરેલી જિલ્લાના કુંકાવાવના 45 વર્ષીય ખેડૂત ધર્મેશભાઈ માથુકિયાએ મરચાની ખેતીને એક વૈશ્વિક સાહસમાં પરિવર્તિત કર્યું છે, જેઓ મરચાની ખેતીમાંથી ટોચની કોલેજ ગ્રેજ્યુએટ કરતા વધુ વાર્ષિક આવક મેળવે છે. તાજેતરના નાણાકીય અહેવાલ મુજબ, તેઓ ₹1.5 કરોડની વાર્ષિક આવક ધરાવે છે. ખેત મજૂરી સહિતના ખર્ચમાં ઘટાડો કરીને, તે ₹90 લાખની ચોખ્ખી બચત મેળવે છે.
short by ગૌતમ રાઠોડ / 10:31 pm on 22 Oct
અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સે ઓરિએન્ટ સિમેન્ટમાં 46.8% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે, જેનું ઇક્વિટી મૂલ્ય ₹8,100 કરોડ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, અંબુજાએ આદિત્ય બિરલા ગ્રુપની કંપની અલ્ટ્રાટેકને પછાડીને આ સોદો કર્યો છે, જે હિસ્સો ખરીદવાની રેસમાં હતી. અંબુજા સિમેન્ટ્સ બે તબક્કામાં એક્વિઝિશન પૂર્ણ કરશે.
short by System User / 06:59 pm on 22 Oct
ડૉ. સૌરભ સેઠીના જણાવ્યા મુજબ, "બેકન અને સોસેજ જેવા પ્રોસેસ્ડ મીટથી કેન્સરનું થવાનું જોખમ રહે છે." વધુમાં ડૉ. સૌરભે ઉમેર્યું, "આલ્કોહોલ પીવાથી લીવર અને ગટ કેન્સરનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડમાં વધુ પડતી ખાંડ, પ્રિઝર્વેટિવ્સ અને ટ્રાન્સ ફેટ હોય છે જે સ્વાદુપિંડના કેન્સરનું કારણ બની શકે છે."
short by System User / 07:30 pm on 22 Oct
મધ્યપ્રદેશના સિંગરૌલીમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ થયો હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાની એક નિર્માણાધીન મેડિકલ કોલેજમાં કામ કરતા મજૂરની 6 વર્ષીય પુત્રી પર ત્યાં કામ કરતા કામદાર દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પીડીત બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
short by System User / 07:40 pm on 22 Oct
બિહાર શરીફ (નાલંદા)ના છબિલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રખ્યાત લોદીપુર હત્યાકાંડના 3 વર્ષ બાદ કોર્ટે 15 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. રિપોર્ટ અનુસાર, 4 ઓગસ્ટ 2021ના રોજ 50 વીઘા જમીનના વિવાદમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 9 લોકોને ગોળી વાગી હતી અને તેમાંથી 5 લોકોના મોત થયા હતા.
short by System User / 07:43 pm on 22 Oct
ડીઝલ એન્જિનની દબાણ ક્ષમતા પેટ્રોલ એન્જિન કરતાં વધુ હોય છે, તેથી ડીઝલ એન્જિન બાઇક જેવા નાના વાહન માટે યોગ્ય માનવામાં આવતું નથી. ડીઝલ એન્જિનમાં ઉચ્ચ કંપન અને અવાજ હોય છે જે બાઇક માટે હેન્ડલ કરવું મુશ્કેલ છે. ડીઝલ એન્જિન પેટ્રોલ એન્જિન કરતા કદમાં મોટું હોય છે જે બાઇકને અસંતુલિત બનાવી શકે છે.
short by System User / 07:21 pm on 22 Oct
લગ્ન પછી હનીમૂન મનાવવા માટે ભારતના 6 ટાપુઓને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જેમાં આંદામાન અને નિકોબાર દ્વીપમાં સ્વરાજ, શહીદ અને બારતાંગ ટાપુઓ લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. આ ઉપરાંત લક્ષદ્વીપમાં કાવારત્તી દ્વીપ, આસામની બ્રહ્મપુત્રા નદીમાં આવેલ માજુલી દ્વીપ અને કાઠિયાવાડ દ્વીપકલ્પ (ગુજરાત)માં આવેલ દીવ દ્વીપ પણ લોકોમાં ખૂબ પ્રખ્યાત છે.
short by System User / 06:41 pm on 22 Oct
ભારતમાં નદીઓને 'સ્ત્રી'નો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ ‘બ્રહ્મપુત્રા અને સોન નદી’ને 'પુરૂષ નદીઓ' કહેવામાં આવે છે. ગુપ્ત કાશી સેવા ટ્રસ્ટના સ્થાપક રવિ પ્રકાશ ચૌબેના જણાવ્યા અનુસાર, સોનને બ્રહ્માજીના પુત્ર તરીકે માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, બ્રહ્મપુત્રા નદીને પણ ભગવાન બ્રહ્માજીનો પુત્ર માનવામાં આવે છે.
short by System User / 06:52 pm on 22 Oct
પીએમ નરેન્દ્ર મોદીએ કાઝાનમાં બ્રિક્સ (BRICS) સમિટ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી છે. પીએમ મોદીએ પુતિનને કહ્યું, "શાંતિ માટે જે પણ ભૂમિકા જરૂરી છે તે ભજવવા માટે ભારત તૈયાર છે." તેમણે વધુમાં કહ્યું, "અમે માનીએ છીએ કે વિવાદો માત્ર શાંતિપૂર્ણ રીતે ઉકેલવા જોઈએ. અમે શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ."
short by System User / 07:12 pm on 22 Oct
ઇરાકના પીએમ મોહમ્મદ શિયા અલ-સુદાનીએ મંગળવારે જણાવ્યું, દેશમાં ઇસ્લામિક સ્ટેટના ચીફ એક ઓપરેશનમાં માર્યો ગયો છે. સંયુક્ત ઓપરેશન કમાન્ડ હેઠળ આતંકવાદ વિરોધી ટીમો અને રાષ્ટ્રીય સુરક્ષા સેવા દ્વારા ઓપરેશનમાં 8 અન્ય આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. ઈસ્લામિક સ્ટેટના વડાની ઓળખ જસીમ અલ-મઝરોઈ અબુ અબ્દુલ કાદર તરીકે થઈ છે.
short by System User / 07:18 pm on 22 Oct
Load More
For the best experience use inshorts app on your smartphone