For the best experience use Mini app app on your smartphone
દુબઈમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ભારત સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ભારતે ODIમાં સતત ટોસ હારવાનો (12-મેચ) વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે છેલ્લી મેચથી તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે પાકિસ્તાને તેની છેલ્લી પ્લેઈંગ ઈલેવનમાં 1 ફેરફાર કર્યો છે.
short by અર્પિતા શાહ / 02:13 pm on 23 Feb
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ મોહસિન નકવીને એક પત્રકારે લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા થોડા સમય માટે ભૂલથી ભારતીય રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હોવાનું કારણ પૂછ્યું છે. મોહસિન નકવીએ કહ્યું, "ટૂર્નામેન્ટનું આયોજન ICC કરી રહ્યું છે, અમે આજે 22 ભારતીય માછીમારો મુક્ત કર્યા છે." નોંધનીય છે, રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઇમાં મેચ યોજાશે.
short by કલ્પેશ કુમાર / 12:25 pm on 23 Feb
બિહારના સાસારામમાં ધોરણ 10ના એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, મૃતકે પરીક્ષા હોલમાં જવાબ બતાવ્યો નહતો જેથી આરોપીએ તે વાતની ખાર રાખી પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થી ઉપર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને હાથમાં ગોળી વાગી હતી. રોહતાસના એસપી રોશન કુમારે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
short by અર્પિતા શાહ / 12:39 pm on 23 Feb
છત્તીસગઢમાં બિલાસપુરની એક શાળામાં શુક્રવારે છોકરીઓના શૌચાલયમાં સોડિયમ પાઉચ ફાટવાથી ચોથા ધોરણની વિદ્યાર્થિની દાઝી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ધોરણ 8ના વિદ્યાર્થીઓએ તોફાની રીતે શૌચાલયમાં સોડિયમ પાઉચ મૂક્યું હતુ અને જ્યારે તેઓ તેને ફ્લશ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. એક શિક્ષકના જણાવ્યા અનુસાર, સોડિયમ પાણીના સંપર્કમાં આવતાની સાથે જ પ્રતિક્રિયા આપે છે.
short by અર્પિતા શાહ / 12:38 pm on 23 Feb
સુરતના અડાજણ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સે એક સાઇકલ સવાર 10 વર્ષીય બાળકીને અડફેટે લેતા તે 20 ફૂટ જેટલી દૂર ફંગોળાઈ હતી. જો કે, બાદમાં તે જ એમ્બ્યુલન્સમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. સદ્દનસીબે બાળકીના ખભા પર બેગ હોવાના કારણે તેને કોઈ ગંભીર ઇજા થઈ નહતી. અહેવાલ અનુસાર, આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
short by અર્પિતા શાહ / 01:29 pm on 23 Feb
અમદાવાદના નિકોલમાં ડી-માર્ટ મોલની નિર્માણાધીન સાઈટમાં ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડતા દટાયેલા 2 મજૂરો પૈકી એકનું મોત થયું જ્યારે બીજાને ફાયર બ્રિગેડ બહાર કાઢી સારવાર માટે મોકલ્યો છે. ફાયર ઓફિસરે કહ્યું, દટાયેલા એક વ્યક્તિના માથાના વાળ દેખાતા તેને તરત જ બહાર કાઢવામાં આવ્યો, બીજા વ્યક્તિને ગંભીર હાલતમાં બહાર કઢાયા બાદ મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંંચી તપાસ શરૂ કરી છે.
short by કલ્પેશ કુમાર / 02:09 pm on 23 Feb
સુરેન્દ્રનગરના લીંબડી- અમદાવાદ હાઈવે પર શાળાની પ્રવાસ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 10થી વધુ બાળકો અને 2 શિક્ષકોને ગંભીર ઈજા પહોંચી છે. સ્કૂલના બાળકોને લઇને બસ લીંબડીથી દ્વારકા પ્રવાસે જઈ રહી હતી દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. અહેવાલ અનુસાર, બસમાં 57 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. હાલ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
short by અર્પિતા શાહ / 12:52 pm on 23 Feb
જમ્મુમાં કટરાથી વૈષ્ણો દેવી મંદિરના દર્શન કરીને દિલ્હી જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં બસ ડ્રાઇવરનું મોત નીપજ્યું જ્યારે 17 અન્ય લોકો ઘાયલ થયા હતા. એલજી મનોજ સિંહાએ કહ્યું, "ઉચ્ચ અધિકારીઓને ઇજાગ્રસ્તોને શક્ય તેટલી તમામ મદદ પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે."
short by / 12:15 pm on 23 Feb
આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, “બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો પુત્ર નિશાંત રાજકારણમાં પ્રવેશ કરશે તો મને ખુશી થશે.” વધુમાં તેમણે કહ્યું, "આનાથી JDUને ભાજપ અને...અન્ય ગઠબંધન ભાગીદારોથી બચાવશે. પીએમ નરેન્દ્ર મોદીએ એક સમયે નીતીશના DNA પર સવાલ ઉઠાવ્યો હતો...હવે JDUને સંપૂર્ણપણે હાઇજેક કરી લીધું છે."
short by / 12:22 pm on 23 Feb
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પોતાનું નિવેદન પલટતા કહ્યું, “રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. ટ્રમ્પે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો ઉલ્લેખ કરતા કહ્યું, "રશિયાએ હુમલો કર્યો...તેમને આમ કરવાની મંજૂરી ન હોવી જોઈએ." ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે, યુક્રેને ત્રણ વર્ષ પહેલાં યુદ્ધ શરૂ ન કરવું જોઈતું હતું.
short by / 12:37 pm on 23 Feb
અયોધ્યાના શ્રી રામ મંદિરના ટ્રસ્ટી સ્વર્ગસ્થ કામેશ્વર ચૌપાલના પટના સ્થિત નિવાસસ્થાનનું તાળું તોડીને ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. ચૌપાલના પુત્રના જણાવ્યા મુજબ, લગભગ ₹50 લાખના માલસામનની ચોરી થઈ છે. ઉલ્લેખનીય છે, કામેશ્વર ચૌપાલનું 7 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું અને તેમનો આખો પરિવાર તેમનો શ્રાદ્ધ કરવા માટે સુપૌલ ગયો હતો.
short by / 01:32 pm on 23 Feb
ભારત-પાકિસ્તાન વનડે મેચોમાં અત્યાર સુધીના સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પૂર્વ પાકિસ્તાની ઓપનર સઈદ અનવરના નામે છે. તેમણે 1997માં ચેન્નાઈમાં ભારત સામેની વનડેમાં 146 બોલમાં 194 રન બનાવ્યા હતા. તેમના પછી પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો નંબર આવે છે જેમણે 2012માં પાકિસ્તાન સામે 183 (148) રન બનાવ્યા હતા.
short by / 01:53 pm on 23 Feb
ભોજપુરી સિંગર પવન સિંહની પત્નીએ તેમની તસ્વીર લઈને મહાકુંભ સંગમમાં ડૂબકી લગાવી, જેનો વીડિયો તેણીએ શેર કર્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'ગંગા જી નહલીએ' ગીત સંભળાય છે. જ્યોતિના વીડિયો પર એક યુઝરે લખ્યું, "આપણે આ પ્રેમને શું નામ આપીએ." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "પવન ભૈયા હવે માની જશે."
short by / 02:40 pm on 23 Feb
અહેવાલ અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹1,700નો વધારો થયો છે જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં ₹1,550નો વધારો થયો છે. રવિવારે (23 ફેબ્રુઆરી) દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹87,920/10 ગ્રામ છે. જ્યારે, મુંબઈ-કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹87,770/10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹80,450/10 ગ્રામ છે.
short by / 01:07 pm on 23 Feb
શ્રીમા રાય એક બ્લોગર અને ડિજિટલ ક્રિએટર છે અને અભિનેત્રી ઐશ્વર્યા રાયના ભાઈ આદિત્ય રાયની પત્ની છે. બેંકર રહી ચૂકેલી શ્રીમાએ 2009માં મિસિસ ઈન્ડિયા ગ્લોબ ટાઇટલ જીત્યું હતું અને મિસિસ ઈન્ડિયા સ્પર્ધામાં બીજા સ્થાને રહી હતી. બે બાળકોની માતા શ્રીમા, જેમને તાજેતરમાં ટ્રોલ કરવામાં આવી હતી તે સ્થાનિક બ્રાન્ડ્સની સમર્થક છે.
short by / 02:01 pm on 23 Feb
જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સ્ટાર્ટઅપ્સની સફળતા સુનિશ્ચિત કરવા માટે નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને પ્રારંભિક ઉદ્યોગ જોડાણોના મહત્વ પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રીએ યુવાનોને સરકારી નોકરીની માનસિકતા છોડીને ઉદ્યોગસાહસિક સાહસો અપનાવવા અપીલ કરી અને યુવાનોને પોતાની ક્ષમતાને ઓળખવા પ્રોત્સાહિત કર્યા.
short by / 02:07 pm on 23 Feb
રિપોર્ટ અનુસાર, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ કોર્ટમાં છૂટાછેડાની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, તેઓ 18 મહિનાથી અલગ રહી રહ્યા છે. જ્યારે કોર્ટે છૂટાછેડાનું કારણ પૂછ્યું ત્યારે બંનેએ કહ્યું કે, તેમની વચ્ચે સુસંગતતાની સમસ્યાઓ હતી. જોકે, બંનેના છૂટાછેડા ફાઈનલ થઈ ગયા છે.
short by / 12:44 pm on 23 Feb
NTA એ UGC NET ડિસેમ્બર-2024નું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો ugcnet.nta.ac.in પર તેમનું પરિણામ ચેક કરી શકે છે. UGC NET ડિસેમ્બર-2024ની પરીક્ષા 3, 6, 7, 8, 9, 10, 16, 21 અને 27 જાન્યુઆરી 2025 ના રોજ યોજાઈ હતી, જેમાં કુલ 6,49,490 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કટઓફ પાર કરનારા ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા JRF માટે પાત્ર બનશે.
short by / 01:10 pm on 23 Feb
પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમમાં મહિલા દિવસ પર તેમના X અને ઈસ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રેરણાદાયી મહિલાઓને સોંપવાની જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું, "પ્લેટફોર્મ મારું હોઈ શકે છે પરંતુ અહીં આપણે તેમના (મહિલાઓના) અનુભવો, તેમના પડકારો અને સિદ્ધિઓ પર વાત કરીશું.” ઉલ્લેખનીય છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે.
short by / 02:13 pm on 23 Feb
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં હાર્દિક પંડ્યાએ વોઈસઓવર કર્યું છે. વીડિયોમાં હાર્દિક અને ટીમના બાકીના સભ્યો T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે દેખાય છે. વીડિયોમાં હાર્દિકે કહ્યું, "અમે તૈયાર છીએ, શું તમે છો?"
short by / 01:38 pm on 23 Feb
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપિટલાઈઝેશનમાં ગયા ટ્રેડિંગ સપ્તાહે સામૂહિક રીતે ₹1.65 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ નુકસાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ને થયું, જેનું માર્કેટ કેપિટલાઈઝ ₹53,185.89 કરોડ ઘટીને ₹13,69,717.48 કરોડ થયું. દરમિયાન, ભારતી એરટેલ, ICICI બેંક અને ઇન્ફોસિસના માર્કેટ કેપિટલાઈઝમાં પણ ઘટાડો થયો છે.
short by / 02:25 pm on 23 Feb
બિહાર પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે મહાકુંભ વિશે કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નિવેદનો પર કહ્યું, "બાગેશ્વર પેદા થયો ન હતો તે પહેલાથી જ કુંભ ચાલતો આવી રહ્યો છે. તેમને કુંભ વિશે શું ખબર છે!" વધુમાં તેમણે કહ્યું, "અમે એવા બાબાઓને વાંદરા કહીએ છે, જેઓ ગરીબો અને જનતા વિશે કંઈ પણ બોલે છે."
short by / 01:00 pm on 23 Feb
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી મેચમાં ઇન્ડિયા માસ્ટર્સે શનિવારે શ્રીલંકા માસ્ટર્સને 4 રનથી હરાવ્યું. મેચમાં ઇન્ડિયા માસ્ટર્સના યુવરાજ સિંહે બાઉન્ડ્રી પર લાહિરુ થિરિમાનેનો બંને હાથે ફ્લાઈંગ કેચ પકડ્યો, જેનો વીડિયો ઓનલાઇન વાયરલ થયો છે. ઇન્ડિયા માસ્ટર્સે પ્રથમ બેટિંગ કરતા 222 રન બનાવ્યા હતા.
short by / 12:26 pm on 23 Feb
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહાયક એલોન મસ્કે કહ્યું, “તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને ઈમેલ મોકલી તેમના પાછલા અઠવાડિયાના કામ વિશે પૂછવામાં આવશે. એલોન મસ્કે X પર લખ્યું, "જવાબ ન આપવાને રાજીનામું ગણવામાં આવશે." ટ્રમ્પે કહ્યું હતું કે, મસ્કના નેતૃત્વ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) વધુ 'આક્રમક' હોવું જોઈએ.
short by / 01:19 pm on 23 Feb
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 16 વનડે રમી છે જેમાં તેણે 100.29ના સ્ટ્રાઇક રેટથી 678 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામે 19 ODI મેચ રમી છે અને 92.38ના સ્ટ્રાઇક રેટથી 873 રન બનાવ્યા છે. રોહિત શર્માએ પાકિસ્તાન સામે 2 સદી ફટકારી છે.
short by / 01:49 pm on 23 Feb
Load More
For the best experience use inshorts app on your smartphone