ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. દાહોદ 10.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદનું તાપમાન ઘટીને 15.1 ડિગ્રી જ્યારે માઉન્ટ આબુમાં તાપમાન –2 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં 10.8 ડિગ્રી, રાજકોટમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી અને સુરતમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડી હજુ વધે તેવી આગાહી છે.
short by
અર્પિતા શાહ /
08:19 am on
21 Nov