રાજ્યના મહેસૂલ વિભાગે વહીવટી ફેરફારો સાથે 39 મામલતદારોની સામૂહિક બદલી કરી છે. મહેસૂલ વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યમાં ઝડપ લાવવા તથા લોકસેવાનો ગુણોત્તર વધારવા આ બદલી કરાઈ છે. લોકઅરજીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખી વ્યસ્ત તાલુકાઓમાં અનુભવી મામલતદારની નિમણૂંક કરાઈ છે. મહત્વનું છે, છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા તાલુકાઓમાંથી વધતી વહીવટી કામગીરી અંગે રાજ્ય સરકારને રજૂઆતો મળી રહી હતી.
short by
અર્પિતા શાહ /
09:31 am on
21 Nov