For the best experience use Mini app app on your smartphone
ઝાંસી (યુપી) માં, એક તાંત્રિકે કથિત રીતે 12 વર્ષની છોકરીને 'ભૂત-પ્રેત'ના નામે ડરાવીને તેના બધા કપડાં ઉતારી દીધા અને પછી તેના આખા શરીર પર લીંબુ ઘસ્યું હતું. અહેવાલો અનુસાર, છોકરીની ચીસો સાંભળીને તેના પરિવારજનો અંદર ગયા, પરંતુ તાંત્રિક બીજા દરવાજેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે કેસ નોંધ્યો છે.
short by અર્પિતા શાહ / 06:14 pm on 20 Nov
મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ મુજબ, દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટના આરોપી ડો. ઉમરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા દર્દીઓને હિજાબ પહેરવા અંગે કથિત રીતે પૂછપરછ કરી હતી. અહેવાલ મુજબ, તેમણે દર્દીઓને પૂછ્યું, "તમે માથું સરખી રીકે કેમ ઢાંક્યું નથી?...તમે કેટલી વાર નમાઝ પઢો છો?"
short by ગૌતમ રાઠોડ / 09:16 pm on 20 Nov
દિલ્હી લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટના સંબંધમાં NIAએ વધુ ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ શખ્સોમાં ડો. મુઝમ્મિલ શકીલ ગનાઈ, ડો. આદિલ અહેમદ, ડો. શાહીન સઈદ અને ડો. મુફ્તી ઈરફાન અહેમદનો સમાવેશ થાય છે. NIAએ જણાવ્યું કે, આ બધાએ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. NIAએ અત્યાર સુધીમાં કુલ છ લોકોની ધરપકડ કરી છે.
short by ગૌતમ રાઠોડ / 06:32 pm on 20 Nov
અયોધ્યાના હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે દિલ્હી બોમ્બ વિસ્ફોટો અંગે એક નિવેદનમાં કહ્યું, "તાત્કાલિક મદરેસાઓ પર બુલડોઝર ચલાવો. બધી મસ્જિદોમાં સીસીટીવી કેમેરા લગાવો...મંદિરોમાં પણ લગાવી દો" તેમણે ઉમેર્યું, "મદરેસામાં શું શીખવવામાં આવે છે...તમારી સામે આવી જશે... અન્યથા, તાત્કાલિક મદરેસામાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્રનો અભ્યાસ કરાવો."
short by ગૌતમ રાઠોડ / 10:59 pm on 20 Nov
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીમાં 99.9% શુદ્ધ સોનાનો ભાવ ₹600 ઘટીને ₹1,26,700 પ્રતિ 10 ગ્રામ થયો છે. આ દરમિયાન, ચાંદીના ભાવ ₹2,000 ઘટીને ₹1,58,000 પ્રતિ કિલોગ્રામ થયા છે. મજબૂત અમેરિકન ડોલરના મજબુત થવા અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આ ઘટાડો થયો હતો.
short by ગૌતમ રાઠોડ / 07:17 pm on 20 Nov
અમરેલીમાં લીલીયાના ક્રાકચ ગામમાં સહકારી બેંકના કર્મચારી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કારમાં આવેલા શખ્સો કર્મચારીને ખેંચીને પાન પાર્લરમાંથી બહાર કાઢે છે તેને એક બાદ એક પાઈપના 36 ફટકા મારે છે. પીડિત યુવક ગૌતમ વાળાએ દેવકુ વાળા, નાગરાજ વાળા અને અન્ય એક શખ્સ સામે  ફરિયાદ નોંધાવી છે. 
short by ગૌતમ રાઠોડ / 06:32 pm on 20 Nov
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોઢ ગામમાં ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે, ગામમાં દીકરી-દીકરો ભાગે તો તેમના પરિવાર સાથે કોઈ વ્યવહાર કે સંબંધ રાખશે નહીં.  જે કોઈ આ નિયમ તોડે છે અને ભાગી ગયેલા છોકરાના પરિવાર સાથે સંકળાયેલ છે તેને ₹1 લાખનો ભારે દંડ કરવામાં આવશે. ગામમાં દારૂ વેચતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને ₹51,000 નો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
short by ગૌતમ રાઠોડ / 08:11 pm on 20 Nov
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 39 મામલતદારોની એક સાથે બદલી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, કેટલાંક જિલ્લામાં ચાલી રહેલા જમીન કેસ, જાહેર હિતના વિકાસ પ્રોજેક્ટ્સ અને લોકઅરજીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને વ્યસ્ત તાલુકાઓમાં અનુભવી મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા તાલુકાઓમાંથી વધતી વહીવટી કામગીરી અંગે રાજ્ય સરકારને રજૂઆત મળી રહી હતી.
short by ગૌતમ રાઠોડ / 10:23 pm on 20 Nov
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાવનગરમાં નારી ચોકડી ખાતે ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, આવા કાર્યાલયો લોકો સુધી પાર્ટીનું સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નોંધનીય છે કે, અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. તેમના આ પ્રવાસમાં તેઓ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની વિવિધ જગ્યાઓની મુલાકાત લેશે.
short by ગૌતમ રાઠોડ / 07:08 pm on 20 Nov
મોરબી જિલ્લાના મહિકા ગામમાં એક પરિવારના ત્રણ કૌટુંબિક ભાઈઓએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાંથી 20 વર્ષિય યશનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. અહેવાલો મુજબ, ત્રણેય ભાઈઓની જમીનની આસપાસ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહ્યા હતા. જમીન લીઝ પર લેવા બાબતે માફિયાઓ ત્રણેય ભાઈઓને ત્રાસ, ધમકીઓ અને દબાણ કરતા હોવાથી તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે.
short by ગૌતમ રાઠોડ / 08:56 pm on 20 Nov
ભારત-પાકિસ્તાનની સીમા પાર કરી કચ્છના ખડીર બેટના રતનપર ગામમાં આવેલા પ્રેમી યુગલને ભચાઉ કોર્ટે ભારતમાં ઘૂસણખોરી કરવાના આરોપમાં જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. બંને પુખ્ત વયના હોવાની પુષ્ટિ થયા બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. તેમના પરિવારોએ તેમના પ્રેમનો વિરોધ કરતા તેઓ સીમા પાર કરી રતનપર ગામ પાસે પહોંચ્યા હતા. જે બાદ 8 ઓક્ટોબરે પોલીસે તેમની ધરપકડ કરી હતી. 
short by ગૌતમ રાઠોડ / 09:37 pm on 20 Nov
ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા મુખીએ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 5 બચ્ચાને જન્મ આપ્યો છે. તાજેતરના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારતમાં જન્મેલા ચિત્તાએ પ્રજનન કર્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે તેને ઐતિહાસિક ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું, "માદા ચિત્તા અને બધા બચ્ચા સ્વસ્થ છે."
short by / 06:43 pm on 20 Nov
દેશના ઘણા ભાગોમાં ટામેટાંના ભાવ અચાનક વધીને ₹80-₹100/કિલો થઈ ગયા છે. અહેવાલો દર્શાવે છે કે માત્ર 10-15 દિવસમાં ભાવમાં લગભગ 50%નો વધારો થયો છે. વેપારીઓ કહે છે કે ઓક્ટોબરમાં ભારે વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે, અને લગ્નની મોસમ નજીક આવી રહી છે જેના કારણે ટામેટાંના ભાવ પર દબાણ વધ્યું છે.
short by / 06:32 pm on 20 Nov
થાઇલેન્ડમાં મિસ યુનિવર્સ 2025માં ઇવનિંગ ગાઉન રાઉન્ડ દરમિયાન મિસ જમૈકા ગેબ્રિયલ હેનરી સ્ટેજ પરથી પડી ગઈ, જેનો એક વીડિયો સામે આવ્યો છે. તેણીને તાત્કાલિક સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલે જણાવ્યું હતું કે તેણીની હાલત સ્થિર છે, ચિંતાનું કોઈ કારણ નથી, અને તેણીને કોઈ ગંભીર કે જીવલેણ ઇજાઓ થઈ નથી.
short by / 06:22 pm on 20 Nov
દિલ્હીના રાજેન્દ્ર પ્લેસ મેટ્રો સ્ટેશન પર 16 વર્ષના વિદ્યાર્થીની આત્મહત્યા બાદ તેના પરિવાર અને અન્ય વિદ્યાર્થીઓએ ખાનગી શાળા સામે વિરોધ કર્યો. વિદ્યાર્થીના પિતાએ આ ઘટના સંદર્ભે FIR નોંધાવી છે. FIRમાં પિતાએ આરોપ લગાવ્યો હતો કે શિક્ષકો દ્વારા સતત હેરાનગતિને કારણે વિદ્યાર્થી માનસિક તણાવથી પીડાઈ રહ્યો હતો.
short by / 06:55 pm on 20 Nov
સ્પાઇસ લાઉન્જ ફૂડ્સ વર્ક્સના શેર ગુરૂવારે 5% ઉપલી સર્કિટ માર્યા પછી ₹65.53 ની એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા. આ વર્ષે કંપનીના શેરે 585.46% (લગભગ 7 ગણો) વળતર આપ્યું છે, જેનો અર્થ એ છે કે વર્ષની શરૂઆતમાં આ સ્ટોકમાં રોકાણ કરાયેલ ₹1 લાખ આજે આશરે ₹7 લાખનું મૂલ્ય ધરાવશે.જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, કંપનીનો નફો વાર્ષિક ધોરણે 300% વધ્યો.
short by / 06:02 pm on 20 Nov
નાની વહિયાળ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભાનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકામાંથી ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના સક્રિય આગેવાનો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા, જોકે, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પૂર્વ આસિસ્ટન્ટ ગુલાબભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી.
short by News Gujarati / 08:00 pm on 20 Nov
ભરુચ ના સાંસદ મનસુખ વસાવા એક વાત કરતા જણાવ્યું કે આખા દેશ માં અને ગુજરાતમાં બધાજ લોકો દારૂ પીવી છે એકલા ફક્ત આદિવાસીઓ નથી પિતા!
short by News Gujarati / 10:00 pm on 20 Nov
આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઇ પટેલ, ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલિયા, રમેશભાઇ ઓરમાં, મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વિરડા, હરિચન્દ્રસિંહ જાડેજા, સંદીપ પટેલ સહિતના આગેવાનો એ કચ્છ કલેક્ટરની રૂબરૂ મુલાકાત લઈ કચ્છમાં વીજ વહન કરતી કમ્પનીઓ કે વીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા તમામ કાયદાઓને નેવે મૂકીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં જેસીબી મશીન ચલાવી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તંત્ર મુક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું હોય એટલું જ નહીં પણ તંત્ર જાણે
short by News Gujarati / 10:00 pm on 20 Nov
ગુરૂવારના 2 કલાકે પારડી પોલીસે આપેલી વિગત મુજબ ગઈકાલે બુધવારના રોજ ચીવલ ગામે 27 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ફાસો ખાય જીવન ટૂંકાવી લીધું હતું.ઘટનાની જાણ પારડી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાસનો કબજો લઈ પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ પારડી પોલીસે વધુ વિગતમાં જણાવ્યું, કે વિદેશી પતિના આવ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
short by News Gujarati / 12:00 am on 21 Nov
મહુવાના એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મહુવામાં રહેતા સન્ની પરમાર પર ચોરીનો ખોટો આરોપ નાખવામાં આવતા સન્નીભાઈ અને તેમના પરિવાર ના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા તમામ લોકોને સારવાર માટે ભાવનગર ની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બાજુમાં રહેતા કાલુભાઈ ને ત્યાં ચોરી થઈ હોય જે અંગેનો આક્ષેપ નાખવામાં
short by News Gujarati / 02:00 am on 21 Nov
નવસારી સીવીલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી! જલાલપોરના દર્દીને ઇમરજન્સી ડોક્ટરે કહ્યું હું તમારી નોકર નથી અને સમયસર સારવારમાં ધ્યાન નહીં આપતાં દર્દીની હાલત ગંભીર બની હોવાના આક્ષેપ કરાયા પરિવારને ના છુટકે પ્રાઈવેટ હોસ્પીટલમાં લઇ જવા મજબુર બનવું પડ્યો હોવાના આક્ષેપ.
short by News Gujarati / 06:00 pm on 20 Nov
તળાજા રોડ કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં ACF અધિકારીએ તેના પત્ની અને બે સંતાનોની હત્યા કરાયાની ઘટના બની હતી. બે બનાવમાં ઘરકંકાસમાં હત્યાં કરી હોવાનું પ્રાથમિક જણાવવામાં આવ્યું હતું. જયારે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ હત્યાં પ્રેમ પ્રકારણમાં થઇ હોવાનું ખુલવા પામ્યું છે. જે મામલે DYSP એ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.
short by News Gujarati / 08:00 pm on 20 Nov
સાયલા તાલુકામાં ખનીજ તંત્રને સુદામડા સીમ જમીનમાં ગેરકાયદે બ્લેકટ્રેપ ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. અને ખનીજ વિભાગના જગદીશ વાઢેર સહિત કર્મીઓની ટીમ 19-11એ સુદામડાની જમીનમાં પહોંચી હતી. જ્યાં સ્થળ ઉપર રહેલ 9 ડમ્પર, 2 હિટાચી મશીન તેમજ 1 બોલેરો કાર સહિતનો અંદાજે રૂપિયા 4 —કરોડથી વધુનો મુદ્દામાલ ખનીજ તંત્રને હાથ -લાગ્યો હતો.તંત્ર દ્વારા ખાણ ચલાવતા શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ખોદકામ થયેલી —ખનીજ ચોરી બાબતે સર્વેનું કામકાજ શરૂ કરી છે
short by News Gujarati / 10:00 pm on 20 Nov
ડાંગના સંસદ ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજને ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરા કરવાનું કામ કરે છે જે અંગેની પ્રતિક્રિયા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા એ સમગ્ર માહિતી આપી
short by News Gujarati / 06:00 pm on 20 Nov
Load More
For the best experience use inshorts app on your smartphone