અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યાના આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી કરી. આ દરમિયાન આરોપીઓ માફી માંગી રહ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોપીઓ કહી રહ્યા છે કે, "પોલીસ જ બાપ છે...બીજું કોઈ બાપ નથી." 2 દિવસ અગાઉ બુટલેગરનો માલ પકડાવી દીધો હોવાની શંકા રાખી આરોપીઓએ અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની હત્યા કરી હતી.
short by
ગૌતમ રાઠોડ /
05:31 pm on
21 Nov