સુરત: શહેરના ઉધનામાં રહેતા અને એક દિવસ પહેલા અચાનક લાપતા થયેલા એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ ગઈકાલે ગોડાદરા વિસ્તારમાં આવેલ રાજહંસ ફેબ્રિજો માર્કેટની પાછળની ખુલ્લી ઝાડી ઝાંખરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવકના શરીર પર મારના ગંભીર નિશાનો મળી આવ્યા છે, અને પ્રાથમિક તપાસમાં આ હત્યા પૈસાની લેતીદેતીના કારણે હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે મૃતકનો એક મિત્ર પણ આ ઘટના બાદથી ગુમ છે,પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
short by
News Gujarati /
12:00 pm on
04 Dec