ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વિવિધ પરીક્ષાઓ આપતા ઉમેદવારો અને પરીક્ષકોની સરળતા માટે 3 મહત્ત્વના નિર્ણય લીધા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે કહ્યું, જે ભરતીમાં અનુભવની જરૂર ન હોય તેમાં કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે, હવે આયોગમાં ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો-ભોજન અપાશે. તેમણે વધુમાં કહ્યું, નિબંધલક્ષી પરીક્ષામાં પેપર તપાસવા માટે પરીક્ષકોને અપાતું મહેનતાણું બમણું કરાયું છે.
short by
કલ્પેશ કુમાર /
09:55 pm on
21 Jan