ગુતાલ ગામે સ્માર્ટ મીટરના કલ્પના બહાર તોતીંગ વિજબીલ આવતા 200થી 300 ના ટોળાએ વાઘોડિયા એમજીવીસીએલ કચેરીના અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરતા મામલો ગરમાયો હતો. ઘટના સ્થળે વાઘોડિયા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જુના મીટર પરત આપી સ્માર્ટ મીટરની દૂર કરવા માટે ગ્રામજનોએ પાંચ દિવસનુ અલ્ટીમેટમ આપ્યું હતું. સાથે જ વીજ ગ્રાહકોને ફટ કરાયેલા બિલોનું સર્વે કરવા રજૂઆત કરી હતી. ગામ લોકોએ ભારે સૂત્રો ચાર સાથે mgvcl કચેરીનો ઘેરાવો કર્યો હતો.
short by
News Gujarati /
04:00 am on
01 Jul