રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં ₹1.20 અને શહેરી વિસ્તારમાં ₹1.50 લાખની આવક મર્યાદા છે, જે વધારીને ગુજરાત સરકારે ₹6 લાખ કરવાની વિચારણા હાથ ધરી છે. આ અંગે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યું કે, "સરકાર એક-બે દિવસમાં નિર્ણય લઇ શકે છે." વધુમાં, સરકારના નિર્ણય પછી નવા દાખલા કઢાવવા માટે વાલીઓને વધારાના 10 દિવસનો સમય આપવામાં આવશે.
short by
દિપક વ્યાસ /
07:15 pm on
12 Mar