વલસાડ જિલ્લાના ધરમપુરના અંતરિયાળ ગામોમાં ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો છે. વલસાડમાં બુધવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું, જે બાદ આજે ધરમપુરના અંતરિયાળ આવધા, રાજપુરી, ગોરખડા અને મોહપાડા ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠું થવાની આગાહી કરી હતી.
short by
ગૌતમ રાઠોડ /
07:05 pm on
05 Dec