અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે. રિપોર્ટ મુજબ, એપ્રિલથી ઓક્ટોબર 2024 દરમિયાન ફાયર બ્રિગેડને નદીમાં પડવાના 133 કોલ મળ્યા હતા. જેમાંથી 27 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં નદીમાં ઝંપલાવવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. પાંચ વર્ષમાં 700થી વધારે લોકોના મોત થયા હતા જ્યારે 200 લોકોને બચાવી લેવાયા હતા. વર્ષ 2023માં 205 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું.
short by
Arpita Shah /
03:30 pm on
21 Nov