અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાકિસ્તાનના નામથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ને એક ઇમેલ મળ્યો છે, જેમાં સ્ટેડિયમમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. GCA દ્વારા આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
short by
ગૌતમ રાઠોડ /
08:54 pm on
07 May