અમદાવાદમાં વસ્ત્રાપુરના રહેવાસી 80 વર્ષીય વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલ તરફથી મળેલી માહિતી અનુસાર, દર્દી બુધવારના રોજ સારવાર માટે દાખલ થયા હતા અને હાલમાં તેમની તબિયત સ્થિર છે. દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી. થોડા દિવસ પહેલા પણ અમદાવાદમાં HMPVનો એક કેસ નોંધાયો હતો, જેના પછી આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.
short by
દિપક વ્યાસ /
09:08 pm on
09 Jan