અમદાવાદના ધોળકા તાલુકામાં વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 35 વર્ષીય નરેશભાઈ ડાભી નામના એક યુવકનું મોત નીપજ્યું છે. મંગળવારે સવારે મૃતક પોતાના ગામ મુજપરથી ધોળકા તરફ જઈ રહ્યો હતો, દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતા ટેન્કરે ટક્કર મારતા યુવક ટેન્કર નીચે આવી ગયો હતો. ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધોળકા ટાઉન પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
short by
અર્પિતા શાહ /
09:34 am on
03 Dec