અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ AICCના નેતાઓ, જિલ્લા નિરીક્ષકો સહિત કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરી, પ્રથમ બેઠકમાં નિરીક્ષકોને રાજ્યમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટેની જવાબદારી સોંપાઈ છે. 1 કેન્દ્રીય નિરીક્ષક અને 4 પ્રદેશ નિરીક્ષકો સાથે ટીમો તૈયાર કરાઇ છે, જેમને 10 દિવસમાં જિલ્લાનો રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ અપાયો છે. સમિતિઓમાં સાંસદ અને ધારાસભ્યો સહિતના નેતાઓને સામેલ કરાયા છે.
short by
કલ્પેશ કુમાર /
08:50 pm on
15 Apr