અમદાવાદમાં આર્મીના કેન્ટિન સ્ટોર ડિપાર્ટમેન્ટ પાસે સાબરમતી નદીના કિનારે આવેલા આવા વૉટર પ્લાન્ટના પાર્કિંગમાંથી પોલીસને બિનવારસી વિદેશી દારૂ મળ્યો છે. ટ્રકમાંથી વિદેશી દારૂ અને બીયરની નાની-મોટી 107 બોટલ-ટીન એરપોર્ટ પોલીસે જપ્ત કર્યાં છે. આ ટ્રક છેલ્લા ત્રણ દિવસથી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે.
short by
દિપક વ્યાસ /
06:48 pm on
26 Mar