For the best experience use Mini app app on your smartphone
હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, 1લી જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર- કચ્છમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 45થી 55 કિલોમીટર/કલાકની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે.
short by અર્પિતા શાહ / 08:06 am on 01 Jul
For the best experience use inshorts app on your smartphone