ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલને સમર્થન આપતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, કોરોના વોરિયરનું નામ તો આપી દીધું પણ આરોગ્યકર્મીઓ હડલાત પર હોવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તેમણે કહ્યું, કોરોનામાં પોતાનો અને પરિવારનો જીવ જોખમમાં મુકીને જનતાની સેવા કરનારા આરોગ્યકર્મીઓની સરકારે તમામ માંગો પૂરી કરવી જોઈએ. નોંધનીય છે, રાજ્યમાં વિવિધ માંગો સાથે આરોગ્યકર્મીઓ 9 દિવસથી હડતાલ ઉપર છે.
short by
કલ્પેશ કુમાર /
10:22 pm on
25 Mar