ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભૂરા કલરની પાટીલ ટ્રાવેલ્સનો દ્રાઈવર અને ક્લીનર બસની ડિક્કીમાં પ્લાસ્ટિકના પાર્સલ પેકિંગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વરથી ભરૂચ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ટ્રાવેલ્સ આવતા પોલીસે તેને અટકાવી હતી.અને બસની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 213 નંગ બોટલ મળી આવી હતી.
short by
News Gujarati /
06:01 am on
22 Jun