રાજ્ય ચૂંટણી આયોગે કડી અને જોટાણા તાલુકા તથા વિસાવદર વિધાનસભા મતવિભાગના વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ (ગ્રામ્ય) તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મુલતવી રાખવાની જાહેરાત કરી છે. કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની કામગીરીમાં સંબંધિત વિધાનસભા મતવિભાગોનો સ્ટાફ રોકાયેલ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે નવેસરથી કાર્યક્રમ જાહેર કરાશે.
short by
ગૌતમ રાઠોડ /
12:40 pm on
30 May