મૃતક વિભૂતિબેન પટેલ ઘરની બહાર કપડાં સૂકવવાના તાર પાસે ગયા હતા. તેઓ કપડાં લેવા જતાં અચાનક જમીન પર પડી ગયા. તેમની માતા પુષ્પાબેને તેમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ પ્રતિસાદ આપી શક્યા નહીં. ત્યારબાદ વિભૂતિબેનના પતિ પ્રતિકભાઈ પટેલ તેમની પત્નીને મદદ કરવા ગયા. તેઓ પણ કરંટની ઝપેટમાં આવી ગયા અને જમીન પર પડી ગયા. પુષ્પાબેને તાત્કાલિક લાકડાના ડંડા વડે વીજળીના વાયરો દૂર કર્યા. બંને દંપતીને તાત્કાલિક સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડ્યા ત્યાં બન્નેનુ મોત થયુ
short by
News Gujarati /
10:00 am on
30 May