અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 112 દર્દીના મોત થયા હોવાનું આરોપી ડૉ. સંજય પટોળીયાએ પોલીસ પુછપરછમાં જણાવ્યું છે. પુછપરછમાં જાણવા મળ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 3,842 દર્દીઓની PMJAY યોજના હેઠળ સારવાર કરાઈ હતી, જેનાથી આશરે ₹1.50 કરોડ પડાવી લેવાયા હતા. તેણે ઉમેર્યું, હોસ્પિટલે ઓડિટમાં નાણાંકીય ખોટ દર્શાવી આર્થિક લાભ મેળવ્યા છે.
short by
દિપક વ્યાસ /
10:05 pm on
05 Dec