ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંક પત્ર એનાયત કરાયા. કાર્યક્રમમાં 170 વધુ આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આંગણવાડીએ બાળકોના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની મહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે.
short by
ગૌતમ રાઠોડ /
06:06 pm on
04 Dec