For the best experience use Mini app app on your smartphone
ગાંધીનગરમાં સેક્ટર 1માં કૃત્રિમ તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત થયું છે. કુલદીપ ભરવાડ નામનું બાળક ટ્યુશનથી આવીને રમતા-રમતા ખાડામાં પડ્યું હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. બાળક ઘરે ન પહોંચતા પરિવારજનોએ આખી રાત બાળકની શોધખોળ કર્યા બાદ સવારે તળાવમાં તેનો મૃતદેહ દેખાયો હતો. સ્થાનિકોએ મૃતદેહ ખાડામાંથી બહાર કાઢ્યો છે.
short by ગૌતમ રાઠોડ / 12:49 pm on 01 Jul
For the best experience use inshorts app on your smartphone