ગુજરાતમાં હાલમાં પડી રહેલી ઠંડી વચ્ચે ફરી કમોસમી વરસાદ થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, બંગાળના ઉપસાગરમાં 19 નવેમ્બરે લો પ્રેશર બનવાની શક્યતા છે. જેના કારણે ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં માવઠું તેમજ ચક્રવાતની અસર જોવા મળશે. અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ઠંડીનું જોર પણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થશે.
short by
અર્પિતા શાહ /
10:02 am on
19 Nov