અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. પોલીસ સાથે સાથે FSL ટીમ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. હાઈકોર્ટની અંદર કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ ઈ-મેઈલ મોકલનાર સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે.
short by
ગૌતમ રાઠોડ /
06:07 pm on
04 Dec