ગુજરાતના શહેરોમાં ડિફેન્સ મોકડ્રીલ બાદ બ્લેકઆઉટની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા સાંજના 7:30થી 9 કલાક દરમિયાન રાજ્યના 18 જિલ્લામાં બ્લેકઆઉટના સમયગાળો નક્કી કરાયો છે. શહેરમાં 7:30 વાગ્યે સાયરન વાગ્યા બાદ એક પછી એક શહેરની લાઈટો બંધ થતી જોવા મળી હતી. બ્લેકઆઉટનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવાનો છે.
short by
ગૌતમ રાઠોડ /
08:22 pm on
07 May