ગુજરાત વિધાનસભામાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ કહ્યું, એકતાનગરમાં 2 એકરમાં 'ગુજરાત વંદના સંગ્રહાલય' બની રહ્યું છે, જેમાં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં ગુજરાતના યોગદાનની ઝાંખી દર્શાવાશે. તેમણે કહ્યું, કેવડિયામાં દેશી રજવાડાઓનું સંગ્રહાલય, ભુજમાં વીરબાળ સંગ્રહાલય, કૃષ્ણદેવરાય સંગ્રહાલય, વડનગર સંગ્રહાલયનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે. સરકાર જૂનાગઢ ઉપરકોટમાં દેવાયત બોદરનું સ્મારક બનાવશે.
short by
કલ્પેશ કુમાર /
03:41 pm on
26 Mar