ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરીના ભારણને કારણે કથિત રીતે ચાર શિક્ષકોના મોત બાદ રાજકોટમાં NSUએ વિરોધ પ્રદર્શન કર્યું. NSUએ શિક્ષકોને SIRની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. વિરોધ દરમિયાન પોલીસે 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરી તેમને વિખેર્યા હતા. કામના ભારણને લીધે સૌરાષ્ટ્રના એક શિક્ષકે આપઘાત જ્યારે 3 શિક્ષકોના તબિયત લથડવાને લીધે મોત થયાના આક્ષેપો થઈ રહ્યા છે.
short by
ગૌતમ રાઠોડ /
08:35 am on
23 Nov