રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ પારો 18.6 ડિગ્રીએ પહોંચી ગયો છે. સાથે જ મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસ સુધી આવું જ વાતાવરણ જોવા મળી શકે છે.
short by
દિપક વ્યાસ /
11:15 am on
21 Nov