ભાવનગરના ગારિયાધારમાં બે પક્ષો વચ્ચે અપશબ્દો બોલાયા બાદ ભરવાડ અને લઘુમતિ જ્ઞાતિના લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ, જેમાં લઘુમતિ જ્ઞાતિના 4, ભરવાડ જ્ઞાતિના 2 સહિત અન્ય 2 લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગારિયાધારના નવાગામ રોડ ઉપર સામાન્ય ઝઘડા બાદ ઉગ્ર બોલાચાલી થતા હથિયારોથી હુમલો કરાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
short by
કલ્પેશ કુમાર /
04:55 pm on
21 Dec