રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીકની એક હોટલમાંથી ગ્રાહકે લીધેલી Too More કંપનીની જ્યુસની બોટલમાં અસંખ્ય જીવાતો જોવા મળી છે. ગ્રાહકે સ્થાનિક આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓને ફરિયાદ સાથે બોટલનો વીડિયો મોકલ્યો છે. ગ્રાહકે જણાવ્યું કે, આરોગ્ય સાથે ચેડા કરતા આવા લોકો સામે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
short by
ગૌતમ રાઠોડ /
09:54 pm on
31 Jul