રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 3.90 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પંચમહાલના ગોધરામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં 2.3 ઈંચ, માંડવીમાં 2.2 ઈંચ તેમજ 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
short by
અર્પિતા શાહ /
10:42 am on
08 Jul