છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં કુસુમ પ્લાન્ટમાં ચીમની તૂટી પડતાં 30 લોકો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં 8 લોકોના મોતની પણ આશંકા છે. ઘટના પછી તરત જ ચીમનીના કાટમાળમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લાન્ટમાં રાખવામાં આવેલ એક ભારે સેલ (માલ સંગ્રહ ટાંકી) અચાનક નીચે પડી જતાં કામદારો લપેટમાં આવી ગયા હતાં.
short by
દિપક વ્યાસ /
06:15 pm on
09 Jan