છત્તીસગઢના દુર્ગમાં એક શખ્સે પોતાની પત્નીનું બોસ સાથે અફેર હોવાની શંકાને લઈ તેની પત્નીના બોસની કારને રિમોટ કંટ્રોલ બોમ્બથી ઉડાવી દીધી. શખ્સે પોલીસને જણાવ્યું કે, તે યુટ્યુબ પરથી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો. પત્નીના બોસને ડરાવવા માટે તેણે આ વિસ્ફોટ કર્યો હતો. આરોપીની પત્ની એક રિયલ એસ્ટેટ ફર્મમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે.
short by
ગૌતમ રાઠોડ /
09:40 pm on
30 Jan