For the best experience use Mini app app on your smartphone
જામનગરના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં પાણી ભરેલા ખાડામાં પડી જતા 2 બાળકોના મોત થયા છે. દાહોદથી ખેત મજૂરી કરવા આવેલ પરિવારનો 10 વર્ષીય પુત્ર અવિનાશ અને 8 વર્ષીય પુત્રી અનિતા રમતા રમતા ખાડામાં પડ્યા હતા. બંને મૃતદેહોને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. ધ્રોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
short by ગૌતમ રાઠોડ / 10:48 pm on 21 Jun
For the best experience use inshorts app on your smartphone