છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વિરામ લેતા ખેડૂતો ખેતરમાં વાવણી કરવા માટે જોતરાયા છે.છોટાઉદેપુર જિલ્લામાં 15 દિવસ સુધી સતત વરસાદ પડતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા ન હતા..ખેતરોની સફાઈ અને વાવણીની ચિંતા સતાવતી હતી વરસાદ વિરામ લેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર,નસવાડી,બોડેલી સંખેડા અને પાવી જેતપુર 6 તાલુકા આવેલા છે. તેમાં કપાસ મકાઈ તુવેર અને સોયાબીનનું વાવેતર કરવાની શરૂઆત ખેડૂતોએ કરી છે.
short by
News Gujarati /
08:00 am on
01 Jul