For the best experience use Mini app app on your smartphone
જસદણની એમ.ડી. કહોર કોલેજમાં પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ અને વાતો કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના આ વીડિયો મામલે કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ કહ્યું કે, “આ અંગે પરીક્ષા નિયામકને તપાસ સોંપવામાં આવી છે.” સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી રીલ્સમાં જસદણ સ્ટેટ, એમ.ડી. કહોર કોલેજ અને એક્ઝામ ટાઇમ તેવું લખેલું છે.
short by Dipak Vyas / 03:53 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone