For the best experience use Mini app app on your smartphone
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની રેલીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાજપૂત સમાજના યુવકોની પોલીસે બુધવારે રાતે અટકાયત કરી છે. જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા રેલી અને સભાનું આયોજન કરાયુ હતું. દરમિયાન આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવકો આવી પહોંચ્યા હતા અને 'ભાજપ હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, સભાસ્થળે પહોંચે એ પહેલાં તેઓને ઝડપી પડાયા છે.
short by Arpita shah / 02:29 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone