તારાપુરના ભાજપના પૂર્વ પ્રમુખ અને તેના સાગરીતની દાદાગીરી આવી સામે છે.શનિવારે સાંજે 6 કલાકે,હાઇવે ઉપરની હોટેલ ઉપર દાદાગીરીના CCTV વાઇરલ થયા છે.પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણ વાઘેલા તેમજ તેમના સાગરીત નશામાં ચૂર હતા.ત્યારબાદ તે તારાપુર હાઇવે પરની એક હોટલમાં ગયા હતા.નશામાં ચૂર પ્રવીણ વાઘેલાએ હોટેલના મેનુ બોર્ડ સામે વાંધો ઉઠાવ્યો હતો.મેન્યુમાં અફઘાની પનીર અને લાહોરી પનીરના શાકના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો.ત્યારબાદ હોટેલના મેનેજર સાથે દાદાગીરી કરી હતી.
short by
News Gujarati /
10:00 pm on
08 Nov