ખેડબ્રહ્મા તાલુકાના ગાડું ગામના સરપંચે વિકાસના કાર્યોમાં કથિત ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો સાથે સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા ટીડીઓને રજૂઆત કરાઈ હતી.ગાડું ગૃપ ગ્રામ પંચાયત છે જેમાં ગાડું ઉપરાંત શ્યામનગર,ગાડું વસાહત,ગાડું કંપા અને ગુલાબપુરા નો સમાવેશ થાય છે.આ પંચાયતમાં 15માં નાણાપંચના કામોમાં કથિત ગોલમાલ કર્યા હોવાના આક્ષેપ સાથે કેટલાક ગ્રામ્યજનોએ મંગળવારે બપોરે 3 વાગ્યા ની આસપાસ ટીડીઓએ લેખિત રજુઆત કરી હતી.
short by
News Gujarati /
10:00 am on
09 Oct