દેશભરમાં 1, જુલાઈથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹58 નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે ભાવમાં ઘટાડો કરાયો છે. જો કે, ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોગ્રામ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. નવા રેટ અનુસાર, આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામનો LPG સિલિન્ડર ₹1,665માં, મુંબઈમાં ₹1616માં, કોલકાતામાં ₹1,769માં અને ચેન્નાઈમાં ₹1,823માં ઉપલબ્ધ થશે.
short by
અર્પિતા શાહ /
12:39 pm on
01 Jul