અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાંથી AMC ફૂડ વિભાગે 508 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદની સતનામ ડેરીમાંથી 144 કિલો, વસ્ત્રાલના એક ગોડાઉનમાંથી 119 કિલો, કૃષ્ણા ડેરીમાંથી 119 કિલો અને રિચ આઈસ્ક્રીમ ડેરીમાંથી 35 કિલો પનીર જપ્ત કરાયું છે. આ ડુપ્લીકેટ પનીર હોટલો અને રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
short by
ગૌતમ રાઠોડ /
06:25 pm on
26 Mar