ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી રાહદારીને જોરદાર ટક્કર મારતા યુવાન ફૂટબોલની જેમ હવામાં ઉછળી ગયો હતો. ઘટનાના ચોંકાવનારા દ્રશ્ય નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
short by
News Gujarati /
06:00 pm on
05 Dec