બોટાદમાં સહકારનગર માં 7 માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે. આરોપીએ બાળક પર પથ્થર ફેંકવાનો આરોપ મૂકી તેને માર માર્યો હતો.ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સોનાવલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.બાળકના પિતાએ જણાવ્યું કે જ્યારે તેઓ આરોપી પાસે બનાવ અંગે પૂછપરછ કરવા ગયા ત્યારે આરોપીએ તેમને પણ ધમકી આપી હતી.ન્યાય મેળવવા માટે વિદ્યાર્થીના પિતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
short by
News Gujarati /
08:00 am on
15 Sep