બનાસકાંઠાના પાલનપુર નજીકના ચંડીસર વિસ્તારમાં કેટલાક શખ્સોએ ખુલ્લેઆમ એક યુવક પર તલવાર અને અન્ય હથિયારોથી હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે. હુમલાખોર નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા અને ત્યાં ઉભેલા એક યુવક પર હથિયારો વડે તૂટી પડ્યા હતા. વીડિયોમાં યુવક ભાગતો જોવા મળે છે. જો કે, ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
short by
અર્પિતા શાહ /
12:41 pm on
09 Oct