ભાવનગરના કાળુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કોમ્પલેક્ષમાં અંદાજે 10થી 12 જેટલી હોસ્પિટલો છે. આગની શરૂઆત કોમ્પલેક્ષના પાર્કિંગમાં થઈ હતી, જે બાદ આગ ઉપરના માળ સુધી પ્રસરી ગઈ. રિપોર્ટ મુજબ, હોસ્પિટલમાં અનેક દર્દીઓ ફસાયા છે. બનાવસ્થળે પહોંચેલી ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયુ છે.
short by
અર્પિતા શાહ /
11:32 am on
03 Dec